Robotics lecture is coming soon

Many definitions have been suggested for what we call a robot. The word may conjure up various levels of technological sophistication, ranging from a simple material handling device to a humanoid. The image of robots varies widely with researchers, engineers, and robot manufacturers. However, it is widely accepted that today’s robots used in industries originated in the invention of a programmed material handling device by George C. Devol. In 1954, Devol filed a U.S. patent for a new machine for part transfer, and he claimed the basic concept of teachin/playback to control the device. This scheme is now extensively used in most of today's industrial robots.

સ્ટેપ કલાસ

માં શક્તિની આરાધના તેમજ કૃપા મેળવવા સ. ૨. ચી. મં. ભગિની મિત્ર મંડળ આધુનિક તથા પ્રાચિન ગરબા સંગાથે મન મુકીને ઘુમી શકે તે માટે સ્ટેપ તાલીમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. આ વર્ષે તાલિમમાં સુરતી રીવર્સ, ગલગોટો સ્ટેપ, મેઘ સ્ટેપ, ક્રિષ્ના સ્ટેપ, ડાકલા, દોઢિયાં, ટીમલી, પૈરવાળા સ્ટેપ વગેરે અવનવા સ્ટેપ શીખવવામાં આવશે અને બેઝિક સ્ટેપથી એડવાન્સ સ્ટેપના ખજાના સાથે ગરબા સ્ટેપ અને થીમ આધારિત ડ્રેસ કોડની તાલીમ સાથે માર્ગદર્શન આપવામાં આવશે. તાલીમ માં ભાગ લેવા ઈચ્છનાર બહેનોઅ નામ નોંધાવી જવા વિનંતી. મર્યાદિત સંખ્યા લેવાની હોવાથી વહેલા એ પહેલાના ધોરણે નામ રજિસ્ટર કરાવી જવું.

પાલીતાણા કપાસી કોલેજમાં માર્ગદર્શન સેમીનાર યોજાયો

સમાજરત્ન ચિનુભાઈ મંજુલા ભગિની મિત્ર મંડળ - સંચાલિત કે.એસ.કપાસી કોલેજ-પાલીતાણા ખાતે NSS સ્થાપના દિન નિમિતે નોટ મી બટ યુ સૂત્ર પર NSS શું છે ? શું કામ જરૂરી છે ? તેની સંપૂર્ણ માહિતી ડો.ભારતસિંહ ગોહિલ એનએસએસ કો-ઓર્ડિનેટર દ્વારા સરળ બ્દોમાં વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. જેમાં ટ્રસ્ટીગણ, સ્ટાફગણ, અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.

પાલિતાણા કપાસી કોલેજની બે વિદ્યાર્થિનીઓ ટોપ ટેનમાં

પાલિતાણા બ્યુરો । મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગર દ્વારા તાજેતરમાં લેવાયેલ પરીક્ષા 2024માં પાલિતાણાની શ્રીમતી કે. એસ. કપાસી કોલેજમાં એમ.એસ.સી. આઈ.ટી. સેમ-4 માં અભ્યાસ કરતી પઠાણ સલમાબેન ઈસ્માઈલભાઈએ યુનિ રેન્ક 6 અને દાતારી રાજિયા કલ્બેઅબ્બાસએ યુનિ રેન્ક 10 મેળવીને કપાસી કોલેજ નું ગૌરવ વધારેલ છે.

કપાસી બીસીએ કોલેજમાં JCI દ્વારા એમ્પ્લોય ટ્રેનિંગ સેમિનાર યોજાયો

પાલીતાણા : કે.એસ. કપાશી બીસીએ કોલેજમાં બધાજ વિદ્યાર્થીઓને પોતાના સ્વવિકાસ અને JCI દ્વારા વિધ્યાર્થીલક્ષી એમ્પ્લોયમેંટ ટ્રેનિંગ સેમિનાર યોજાયો હતો. જેમા ઘનશ્યામસિંહ સરવૈયા દ્વારા સરકારી તાલીમો વિશે વિગતવાર સમજાવવામાં આવ્યું હતું. અને વિધ્યાર્થીઓને તેના જીવનમાં ઉપયોગી બને તે માટે બધાને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.